એશિયા કપ માટે 15 સભ્યની ભારતીય ક્રિકેટ ટીમ જાહેર; કોહલીને સ્થાન મળ્યું અને બુમરાહને આરામ ,28મી ઓગસ્ટે ભારત-PAK વચ્ચે ટક્કર થશે

એશિયા કપ માટે 15 સભ્યની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન અને ઉપકેપ્ટન કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ તથા આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.